- આ સમિટ 15-16 નવેમ્બર એમ 2 દિવસ માટે આયોજિત કરવામાં આવી છે.
- આ સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા પણ ભાગ લેવામાં આવ્યો છે.
- સમિટના સમાપનમાં ઈન્ડોનેશિયા ભારતને આગામી સમિટનું પ્રમુખપદ સોંપશે.
- આગામી 2023 G 20 સમિટ ભારતની રાજધાની નવી દિલ્હીમાં યોજાનાર છે.
- શરૂઆતમાં, ભારત 2022 G 20 સમિટનું યજમાન નિયુક્ત થયેલ અને ઇન્ડોનેશિયા 2023 માં G20 સમિટનું આયોજન કરવાનું હતુ પરંતુ ઇન્ડોનેશિયા દ્વારા 2023માં "આસિયાન બેઠક"નું અધ્યક્ષપદ પણ સંભાળવાનુ હોવાથી ભારતને 2023નું આયોજન સોંપવામાં આવ્યું.
- આ સમિટમાં 19 સભ્ય દેશો અને યુરોપિયન યુનિયન (EU) ના નેતાઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે જે 19 દેશોમાં ભારત, ચીન, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રિપબ્લિક ઓફ કોરિયા, રિપબ્લિક ઓફ સાઉથ આફ્રિકા, રશિયા, સાઉદી અરેબિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો સમાવેશ થાય છે.
- G20 અથવા ગ્રૂપ ઓફ ટ્વેન્ટી એ 19 દેશો અને યુરોપિયન યુનિયન (EU)નો સમાવેશ કરતું આંતર-સરકારી મંચ છે.
- તે વૈશ્વિક અર્થતંત્રને લગતા મુખ્ય મુદ્દાઓને જેમ કે આંતરરાષ્ટ્રીય નાણાકીય સ્થિરતા, આબોહવા પરિવર્તન શમન અને ટકાઉ વિકાસને સંબધિત કાર્ય કરે છે.
- G20 ની સ્થાપના 1999 માં વિશ્વની અનેક આર્થિક કટોકટીના સમયે કરવામાં આવી હતી.
- 2008થી વર્ષમાં ઓછામાં ઓછા એક વખત સમિટનું આયોજન કરવામાં આવે છે, જેમાં દરેક સભ્યના સરકાર અથવા રાજ્યના વડા, નાણાપ્રધાન અથવા વિદેશ પ્રધાન અને અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સામેલ કરવામાં આવે છે.
- EU નું પ્રતિનિધિત્વ યુરોપિયન કમિશન અને યુરોપિયન સેન્ટ્રલ બેંક દ્વારા કરવામાં આવે છે.
