- મલેશિયામાં તાજેતરમાં પૂર્ણ થયેલી સંસદીય ચૂંટણીઓમાં અનવર કે તેમના હરીફ ભૂતપૂર્વ વડા પ્રધાન મુહિદ્દીન યાસીનને સરકાર બનાવવા માટે બહુમતી મળી નથી.
- આથી ઘણા બંધારણીય નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા પછી,મલેશિયાના સુલતાન અબ્દુલ્લા અહમદ શાહ દ્વારા 75 વર્ષીય અનવર ઈબ્રાહિમ અબ્દુલ્લાને દેશના 10માં વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
- મલેશિયા એ એક બંધારણીય રાજાશાહી છે, જેમાંની એક વ્યવસ્થા મુજબ દર પાંચ વર્ષે મલેશિયાના નવ રાજ્યોના જૂના રાજવીઓના નેતૃત્વમાં શાસકો બદલાય છે.
- 1957માં બ્રિટનથી મલેશિયાની આઝાદી બાદથી આ સિસ્ટમ અમલમાં છે.
- મલેશિયાના રાજા, સુલતાન અબ્દુલ્લા સુલતાન અહમદ શાહ પાસે વડાપ્રધાન નિમણૂક કરવાની વિવેકાધીન સત્તા છે જેને ધારાશાસ્ત્રીઓનું સમર્થન છે.