સૌથી યુવા ઉદ્યોગસાહસિક રવિ કુમાર સાગરને પ્રતિષ્ઠિત ડૉ. કલામ સેવા પુરસ્કારથી સન્માનિત કરાયા.

  • RK'S INNO ગ્રૂપના 22 વર્ષીય સૌથી યુવા સ્થાપક અને CEO પૈકીના એક રવિ કુમાર સાગરને આ પુરસ્કાર તેમને સમાજ પ્રત્યેની તેમની સતત સેવા માટે આપવામાં આવ્યો. 
  • વંદે ભારત ફાઉન્ડેશન અને લીડ ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ભારતના દિવંગત ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અદુલ કલામની જન્મજયંતિની યાદમાં 'ડૉ. કલામ સેવા પુરસ્કાર' નું આયોજન કરવામાં આવે છે.  
  • આ પુરસ્કાર સમાજ માટે અસાધારણ કાર્ય કરી રહેલા વિવિધ લોકોને સન્માન આપવા બદલ ડૉ. કલામની જન્મજયંતિ પર એનાયત કરવામાં આવે છે.
  • રવિ કુમાર સાગર કોરોના મહામારી વખતે મેડિકલ સ્ટોર્સ અને હોસ્પિટલોને PPE કિટ, સેનિટાઈઝર અને ફેસ માસ્ક વેચીને રૂ. 50,000ના પ્રારંભિક રોકાણ સાથે શરૂ કરેલા વ્યવસાયનું ટર્નઓવર રૂ. 2 કરોડ સુધી પહોંચાડ્યું છે.
Ravi Kumar Sagar

Post a Comment

Previous Post Next Post