સુપ્રીમ કોર્ટ દ્વારા EWS 10% અનામતને બહાલી આપવામાં આવી.

  • લોકસભા 2019ની ચુંટણી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સુવર્ણ જ્ઞાતિના લોકોને  10% અનામત આપવા બંધારણમાં 103મો સુધારો કરવાના આવ્યો હતો.
  • દેશમાં પહેલેથી જ SC, ST, OBC વચ્ચે 50% અનામત વહેંચાયેલ છે અને કાયદાનુસાર અનામત 50%થી વધારી શકાય નહિ આ બાબતે EWS અનામતને સુપ્રિમમાં પડકારવામાં આવ્યો હતો.
  • સરકાર તરફથી એટર્ની જનરલ વેણુગોપાલની દલીલ મુજબ 1992નાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે અનામત 50%થી વધારી શકાય નહિ. સરકારે આ કાયદાનો ભંગ કરેલ નથી પરંતુ બાકીના 50%માં સામાન્ય વર્ગના લોકોને લાભ આપવાના હેતુ સાથે આ નિર્ણય લીધો છે.
  • જનરલ કેટેગરીમાં આવતા જેઓની આવક 8 લાખથી ઓછી, તથા ગ્રામ્ય વિસ્તારમાં 5 એકરથી ઓછી ખેતી અને 1000 ચોરસફૂટનું મકાન હોય તેવા લોકોને EWS અનામતનો લાભ મળશે.
Supreme Court upheld EWS 10% reservation

Post a Comment

Previous Post Next Post