- આગામી 2 વર્ષની મુદ્દત માટે આ વરણી કરવામાં આવી છે.
- બાર્કલી નવેમ્બર 2020માં પ્રથમ વખત ICCના અધ્યક્ષ બન્યા હતા.
- તેઓ ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા.
- તેમને 2015 ODI વર્લ્ડ કપના ડાયરેક્ટર પણ બનાવવામાં આવ્યા હતા.
- ઝિમ્બાબ્વે ક્રિકેટ (ZC)ના વડા તાવેન્ગ્વા મુકુહલાની હરીફાઈમાંથી ખસી ગયા બાદ તેઓની બિનહરીફ વરણી થઈ.
- BCCI સેક્રેટરી જય શાહ ICCની નાણા અને વ્યાપારી બાબતોની સમિતિના વડા તરીકે કાર્યભાર સંભાળશે.
- સૌરવ ગાંગુલી ICC ક્રિકેટ સમિતિના વડા તરીકે ચાલુ રહેશે.
- ICCના બોર્ડના 16 સભ્યો મળીને તેમના અધ્યક્ષની પસંદગી કરે છે. તેમાં 12 ટેસ્ટ રમનારા દેશો છે જેમાં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, આયર્લેન્ડનો સમાવેશ થાય છે.
- આ 12 દેશોના એક-એક મત અને ત્રણ સહયોગી દેશો મલેશિયા, સ્કોટલેન્ડ અને સિંગાપોર દ્વારા ત્રણ મત આવામાં આવે છે.
- ઉપરાંત 1 મત ICCના સ્વતંત્ર નિર્દેશકને આપવાની સત્તા છે જે હાલમાં પેપ્સિકોના CEO ઈન્દિરા નૂયી છે.