તામિલનાડુ સરકાર દ્વારા 'કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય'ને 17મા વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કરાયું.

  • આ વન્યજીવ અભયારણ્ય 68,640 હેક્ટરમાં ફેલાયેલ છે.   
  • આ અભયારણ્ય કૃષ્ણગિરી અને ધર્મપુરી જિલ્લાઓમાં આરક્ષિત જંગલ વિસ્તારો હેઠળ આવે છે.  
  • તેમાં સસ્તન પ્રાણીઓની 35 પ્રજાતિઓ, પક્ષીઓની 238 પ્રજાતિઓ, કાચબા, ઓટર, માર્શ મગર અને ચાર શિંગડાવાળા કાળિયાર પ્રાણીઓ વસે છે અને તેને "વન્યજીવન સ્વર્ગ" તરીકે ઓળખવામાં આવે છે.  
  • અભયારણ્યને વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972ની કલમ 26-એ હેઠળ 17મા વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
  • તામિલનાડુ સરકારે વિલ્લુપુરમ અને કુડ્ડલોર જિલ્લામાં સ્થિત "કાઝુવેલી પક્ષી અભયારણ્ય", તિરુપુર જિલ્લામાં "નંજરાયન પક્ષી અભયારણ્ય",  કરુર અને ડિંડીગુલ જિલ્લામાં "કદાવુર સ્લેન્ડર લોરિસ અભયારણ્ય" અને પાલ્ક ખાડીમાં "ડુગોંગ સંરક્ષણ અભયારણ્ય"ને પહેલેથી જ વન્યજીવ અભયારણ્ય તરીકે સૂચિત કર્યું છે.
Cauvery South Wildlife Sanctuary

Post a Comment

Previous Post Next Post