ગુજરાત તમામ જિલ્લામાં 5G નેટ ધરાવતું દેશનું પહેલું રાજ્ય બન્યું.

  • રિલાયન્સ જિયો દ્વારા "True 5G For All"ઇનિશિયેટિવ હેઠળ ગુજરાત તમામ 33 જિલ્લામાં 5G ઇન્ટરનેટ નેટવર્ક શરૂ કરવામાં આવ્યું છે.
  • આ ઉપરાંત ગુજરાતમાં "એજ્યુકેશન ફોર ઑલ" યોજના હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો સાથે મળીને ગુજરાતની 100 સ્કૂલોને ડિજિટાઇઝ કરવામાં આવશે.
  • આ અભિયાન હેઠળ જિયો સ્કુલોને True 5G કનેક્ટિવિટી, એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ, ટીચર એન્ડ સ્ટુડન્ટ કોલોબરેશન પ્લેટફોર્મ અને સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ સાથે જોડશે.
  • આ સાથે ભારતનાં 46 શહેરમાં રીલાયન્સ જિયોનું True 5G નેટવર્ક ઉપલબ્ધ છે.
  • જિયો દ્વારા True 5G સર્વિસ અગાઉ પૂણે, દિલ્હી, NCR, ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ, નાથદ્વારા, મુંબઈ, કોલકાતા, વારાણસી, ચેન્નઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદમાં શહેરમાં શરૂ કરવામાં આવી હતી.
  • 5G નેટવર્ક હેઠળ 4G કરતાં વીસથી ત્રીસ ગણી વધુ ઇન્ટરનેટ સ્પીડ આપે છે જે 50 Mbps થી 3 Gbps છે.
  • 5Gમાં પ્રતિ ચો. કિ.મી. દસ લાખ ડિવાઇઝ સંભાળવાની ક્ષમતા હોય છે.
Gujarat Becomes The First State In The Country To Have 5G Net In All Districts

Post a Comment

Previous Post Next Post