- આ એવોર્ડ સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ સન્માન તરીકે ગણવામાં આવે છે.
- તેઓને ઇકોસિસ્ટમ ડિગ્રેડેશનને રોકવા અને રિવર્સ કરવા માટેના તેમના પરિવર્તનાત્મક પગલા માટે વિવિધ દેશોના ચાર અન્ય લોકો સાથે એવોર્ડ આપવામાં આવ્યો છે.
- આસામની પૂર્ણિમા દેવી બર્મન 'હરગીલા (સારસ) સેનાના' સ્થાપક જે સારસને લુપ્ત થવાથી બચાવવા માટેની એક મહિલા ચળવળ છે. આજે હરગીલા સેનામાં 10,000થી વધુ મહિલાઓ છે.
- આ સાથે તેઓ એવિફૌના સંશોધન અને સંરક્ષણ વિભાગ, અરણ્યકના વરિષ્ઠ પ્રોજેક્ટ મેનેજર છે.
- સારસ પક્ષી બચાવવા માટે તેઓ જાણીતા છે સારસને આસામીમાં 'હરગીલા' (એટલે કે હાડકા ગળી જનાર) તરીકે ઓળખવામાં આવે છે.
- તેઓ સારસના માળો બાંધવાની જગ્યાઓનું રક્ષણ કરે છે, જે સારસ તેઓના માળામાંથી પડી ગયા છે તે ઇજાગ્રસ્ત સારસનું પુનર્વસન કરે છે અને તેના નવજાત બચ્ચાઓના આગમનની ઉજવણી કરવા માટે બેબી શાવરની વ્યવસ્થા કરે છે.