ભારતીય ચિકિત્સક અને વૈજ્ઞાનિક ડૉ. સુભાષ બાબુને 'Bailey K. Ashford Medal' એનાયત કરાયો.

  • તેઓને આ એવોર્ડ ઉષ્ણકટિબંધીય દવાના સંશોધનમાં આપેલ યોગદાન બદલ આપવામાં આવ્યો. 
  • તેઓને બેઈલી કે. એશફોર્ડ મેડલ અને અમેરિકન સોસાયટી ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઈજીન (FASTMH)ના 2022 ફેલો. પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
  • અમેરિકન સોસાયટી ઓફ ટ્રોપિકલ મેડિસિન એન્ડ હાઈજીન (ASTMH) એ ઉષ્ણકટિબંધીય દવામાં વિશ્વની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થા છે.
  • આ સંસ્થા તરફથી ઉષ્ણકટિબંધીય દવામાં વિશિષ્ટ કાર્ય માટે  દર વર્ષે ચંદ્રક એનાયત કરવામાં આવે છે.  
  • તેના 82 વર્ષના ઈતિહાસમાં એશફોર્ડ મેડલ તેમજ FASTMH એવોર્ડ મેળવનાર ડૉ.સુભાષ બાબુ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક બન્યા.  
  • ડૉ. સુભાષ બાબુ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એક્સેલન્સ ઇન રિસર્ચ (ICER) ઇન્ડિયા પ્રોગ્રામના વૈજ્ઞાનિક નિયામક છે અને હેલ્મિન્થ ઇન્ફેક્શન અને ટ્યુબરક્યુલોસિસ સંશોધનમાં અગ્રણી છે. 
Prominent Indian physician Dr Subhash Babu to be awarded Bailey K. Ashford Medal

Post a Comment

Previous Post Next Post