સ્પેસએક્સએ વિશ્વના સૌથી શક્તિશાળી સક્રિય રોકેટ 'ફાલ્કન હેવી' લોન્ચ કર્યું.

  • આ રોકેટ એલોન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યુ છે.
  • આ રોકેટ દ્વારા યુએસ સ્પેસ ફોર્સના ઉપગ્રહોને અવકાશમાં મોકલવામાં આવ્યા છે.  
  • ફાલ્કન હેવી ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સવારે 9:41 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.  
  • USSF-44 એ ગુપ્ત મિશનમાં અમેરિકી સૈન્ય માટે ઉપગ્રહો અવકાશમાં મોકલ્યા છે..  
  • સ્પેસએક્સે અગાઉ 2018માં લાલ ટેસ્લા કાર અને ડમી અવકાશયાત્રી સાથે ફાલ્કન હેવી લોન્ચ કરી હતી.
  • ફાલ્કન હેવી રોકેટનું વજન 63.8 ટન છે, જે બે સ્પેસ શટલ જેટલું છે.  
  • 230 ફૂટ લાંબા રોકેટમાં 27 મર્લિન એન્જિન છે, જે તેને વિશ્વનું સૌથી શક્તિશાળી રોકેટ બનાવે છે.
  • અત્યાર સુધી 'SATURN-5' અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી રોકેટ હતું.
  • તેમાં 140 ટન પેલોડ વહન કરવાની ક્ષમતા હતી જેની મદદથી નાસાએ ચંદ્ર પર શોધ માટે ઘણા મિશન મોકલ્યા હતા.
SpaceX Launches First Falcon Heavy Mission

Post a Comment

Previous Post Next Post