- તેઓની આ નિયુક્તિ શેરિલ સેન્ડબર્ગના રાજીનામા બાદ કરવામાં આવી છે.
- તેણી વર્ષ 2008થી ફેસબુકની Chief Operating Officer (COO) હતી તેમજ વર્ષ 2014માં ભારતના પ્રવાસ દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.
- ઝેવિયર ઓલિવેન ફેસબુક સાથે વર્ષ 2007થી સંકળાયેલ છે જ્યારે ફેસબુકના ફક્ત 4 કરોડ વપરાશકર્તા હતા જેમાંથી મોટા ભાગના ફક્ત અમેરિકાના લોકો જ હતા.
- ફેસબુક (જેને હવે Meta નામથી ઓળખાય છે) ની સ્થાપના 2004માં કરવામાં આવી હતી જેની હેઠળ ફેસબુક સિવાય ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર, વૉટસએપ, ઓક્યુલસ સહિતની વેબ અને મોબાઇલ એપ્સનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ દ્વારા તાજેતરમાં જ ખોવાયેલા બાળકોને શોધવા માટે AMBER નામના ફીચરની શરુઆત કરવામાં આવી છે જેને શરુઆતમાં 25 દેશોમાં લાગુ પાડવામાં આવી છે.
- આ ફીચર ફેસબુક પર વર્ષ 2015થી કાર્યરત છે જેમાં અનેક સંગઠનો સાથે મળીને કામ કરવામાં આવે છે.
- આ ફીચરમાં કોઇ બાળકના ગૂમ થયાની માહિતી મળતા જ તે વિસ્તારના તમામ ઇન્સ્ટાગ્રામ યુઝર્સને એક નોટિફિકેશન પહોંચી જશે જેથી ઝડપથી તે બાળકની શોધ કરી શકાય.