- આ મંજૂરી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા છ મહિના બાદ અપાઇ છે જેને ડિસેમ્બરમાં બદલાવાયું હતું.
- ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2021માં તુર્કીના પ્રમુખ રેચેપ તૈય્યપ અર્દોઆને રિબ્રાન્ડિંગ અભિયાન હેઠળ તુર્કીનું નામ બદલ્યું હતું.
- આ નામકરણ તૂર્કી શબ્દના નેગેટિવ અર્થને કારણે તેમજ રાષ્ટ્રની સંસ્કૃતિ, સભ્યતા અને મૂલ્યોને વધુ સારી રીતે દર્શાવવા માટે બદલીને તુર્કિયે કરાયું હતું.
- અગાઉ અનેક દેશોએ પણ પોતાના નામ બદલ્યા છે જેમાં નેધરલેન્ડ (હોલેન્ડ), શ્રીલંકા (શેયલોન), ઉત્તર મેસોડોનિયા (મેસોડોનિયા), મ્યાનમાર (બર્મા), થાઇલેન્ડ (સિઆમ) વગેરેનો સમાવેશ થાય છે.