- CSL Behringની 'Hemgenix' હિમોફીલિયા બી જીન થેરાપીના એક ડોઝ માટે 3.5 મિલિયન ડોલર એટલે કે આશરે 28.6 કરોડની દવાને મંજૂરી આપવામાં આવી છે. જે તેને વિશ્વની સૌથી મોંઘી દવા બનાવે છે.
- એક અભ્યાસ અનુસાર 'Hemgenix' એક વખત આપવામાં આવે તો વર્ષ દરમિયાન રક્તસ્રાવની ઘટનાઓને 54 % ઘટાડી શકે છે.
- હિમોફિલિયા લગભગ પુરુષોને અસર કરે છે અને જનીનની બીમારી છે જેમાં લોહીના ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન જોઈએ છે જે જનીનમાં પરિવર્તનને આ દર્દીઓમાં બનતું નથી. આ કારણે નાના કટ અથવા ઉઝરડામાથી પણ નીકળેલ લોહી ગંઠાતું નથી જે જીવન માટે જોખમી હોઈ શકે છે.
- ઘણા લોકોને ગંભીર રક્તસ્રાવ અટકાવવા માટે અઠવાડિયામાં એક અથવા વધુ વખત સારવારની જરૂર હોય છે.  સારવાર ન કરવામાં આવે તો, આ સ્થિતિ મગજ સહિત સાંધા અને આંતરિક અવયવોમાં રક્તસ્ત્રાવનું કારણ બની શકે છે.