- ભારતમાં જન્મેલા નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર વેંકી રામક્રિષ્નનને બ્રિટનના રાજા ચાર્લ્સ III દ્વારા વિજ્ઞાનમાં તેમની વિશિષ્ટ સેવા બદલ પ્રતિષ્ઠિત "ઓર્ડર ઓફ મેરિટ"થી નવાજવામાં આવ્યા છે.
- 70 વર્ષીય યુકે સ્થિત મોલેક્યુલર બાયોલોજીસ્ટ એવા 6 વ્યક્તિઓમાં સામેલ છે જેમનો ઉલ્લેખ સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીય દ્વારા તેઓના મૃત્યુ પહેલાં ઐતિહાસિક આદેશમાં કરવામાં આવેલ છે.
- "ઓર્ડર ઓફ મેરિટ" એ બ્રિટીશ સાર્વભૌમ દ્વારા આપવામાં આવેલ વિશિષ્ટ સન્માન ચિહ્ન છે.
- પ્રોફેસર વેંકીનો જન્મ તમિલનાડુમાં ચિદમ્બરમમાં થયો હતો અને યુકે જતા પહેલા તેમણે યુએસમાં જીવવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.
- આ એવોર્ડ શસસ્ત્ર દળો, વિજ્ઞાન, કલા, સાહિત્ય અથવા સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવામાં મદદરૂપ થનાર આપવામાં આવે છે.