- વર્ષ 1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં, લાન્સ નાયક ભૈરોસિંહ રાઠોડ થાર રણમાં લોંગેવાલા ચોકી પર 14મી BSF યુનિટને કમાન્ડ કરી રહ્યા હતા અને તેમની સાથે સેનાની 23 પંજાબ રેજિમેન્ટ હતી
- 5 ડિસેમ્બર, 1971ના રોજ લોંગેવાલા ચોકી પર પાકિસ્તાન દ્વારા થયેલ ભીષણ હુમલાના જવાબમાં મેજર કુલદીપસિંહની આગેવાનીમાં ભૈરોસિંહ દ્વારા પાકિસ્તાન વિરૂદ્ધ બહાદુરી પૂર્વક લડાઈ લડવામાં આવી હતી.
- જે સબબ તેઓને વર્ષ 1972માં સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- ભારત-પાકિસ્તાન 1971 યુદ્ધ પર આધારિત લોકપ્રિય બોલિવૂડ ફિલ્મ 'બોર્ડર'માં અભિનેતા સુનીલ શેટ્ટીએ તેઓનું પાત્ર ભજવ્યું હતું.