કેન્દ્ર સરકારે નેશનલ સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગોની માહિતી આપવાની જટિલ વહિવટી પ્રક્રિયાના સ્થાને સરળ પ્રક્રિયા અમલમાં મુકવાના ભાગરૂપે National Single Window System (NSWS) શરૂ કરવામાં આવી.
  • આ પ્રક્રિયામાં અરજદારનો પાનનંબર મુખ્ય ઓળખ નંબર રહેશે, જેથી વિવિધ મંત્રાલયો અને રાજ્યોને અપાતી ઉદ્યોગોની માહિતી એક જ જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ થશે અને અરજદારને વિવિધ ફોર્મ ભરવામાંથી મુક્તી મળશે.
  • 27 કેન્દ્રીય વિભાગો અને 19 રાજ્યોને NSWS પર લેવામાં આવ્યા છે.  
  • NSWS પર સંપૂર્ણ રીતે ઓનબોર્ડ થયેલ યોજનાઓમાં વ્હીકલ સ્ક્રેપિંગ પોલિસી, ઇથેનોલ પોલિસી, લેધર ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જ્વેલરીનું હોલમાર્કિંગ, પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO) સર્ટિફિકેશનનો સમાવેશ થાય છે.
  • નેશનલ લેન્ડ બેંકને પણ NSWSમાં એકીકૃત કરવામાં આવી છે.  
  • NSWS પર વિવિધ ઔદ્યોગિક પાર્ક અને એસ્ટેટમાં 1 લાખ હેક્ટર જમીન ઉપલબ્ધ છે.  ભવિષ્યમાં આ પોર્ટલ ઔદ્યોગિક જમીન ખરીદવા માટે વન સ્ટોપ શોપ બનશે.
  • NSWSમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને કાપડ જેવા 5 મંત્રાલયોને લગતા ઉદ્યોગના લાયસન્સ રીન્યુનું કામ પણ ટૂંક સમયમાં ઉમેરવામાં આવશે.
National Single Window System Facilitates

Post a Comment

Previous Post Next Post