- ચૂંટણી પંચ દ્વારા પ્રવાસી મતદારો માટે રિમોટ વોટિંગ મશીન (RVM)નામનું નવું મશીન તૈયાર કર્યું છે, તેની મદદથી સ્થળાંતરિત મતદારોએ મતદાન કરવા માટે તેમના વતન જવાની જરૂર રહેશે નહિ અને મતદારો ગમે ત્યાંથી મતદાન કરી શકશે.
- ચૂંટણી પંચ દ્વારા 16 જાન્યુઆરી 2023 ના રોજ તમામ રાજકીય પક્ષોન પ્રોટોટાઈપ RVMના પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા છે.
- આ મશીનનો ડેમો જોયા બાદ કોઈપણ રાજકીય પાર્ટીને શંકા હોય તો 31 જાન્યુઆરી સુધીમાં ચૂંટણી પંચને પોતાના સૂચનો મોકલી શકશે.
- તમામ રાજકીય પક્ષોના સૂચનોના આધારે RVMમાંથી વોટિંગની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે.