- 'નેગલેરિયા ફાઉલેરી'ને 'મગજ ખાનારા અમીબા' તરીકે ઓળખવામાં આવે છે.
- પ્રથમ કેસ તરીકે નોંધાયેલા 50 વર્ષીય કોરિયન નાગરિક જે તાજેતરમાં થાઇલેન્ડથી પરત ફર્યા હતા તેને આ જીવલેણ ચેપના લક્ષણોના 10 દિવસ પછી મૃત્યુ પામ્યા છે.
- કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA)ના રિપોર્ટ મુજબ 10 ડિસેમ્બરે દક્ષિણ કોરિયામાં પ્રવેશતા પહેલા આ વ્યક્તિ ચાર મહિના સુધી થાઈલેન્ડમાં રહ્યો હતો.
- યુ.એસ. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર 'નેગલેરિયા' એ અમીબા છે, જે એક કોષીય સજીવ છે અને તેની માત્ર એક જ પ્રજાતિ, જેને નેગલેરિયા ફાઉલેરી કહેવાય છે, તે મનુષ્યોને ચેપ લગાવી શકે છે.
- તે સૌપ્રથમ 1965 માં ઓસ્ટ્રેલિયામાં શોધાયું હતું અને સામાન્ય રીતે ગરમ પાણીના ઝરણા, નદીઓ અને સરોવરો જેવા ગરમ તાજા પાણીમાં જોવા મળે છે.
- અમીબા નાક દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે અને પછી મગજ સુધી ફેલાય છે. જેનો ચેપ સામાન્ય રીતે ત્યારે થઈ શકે છે જ્યારે કોઈ વ્યક્તિ તરવા જાય, ડાઈવ કરે અથવા તાજા પાણીમાં માથું ડુબાડે, દૂષિત પાણીથી તેમના નસકોરા સાફ કરે છે ત્યારે લાગે છે.
- નેગલેરિયા ફાઉલેરી મગજમાં જાય છે, તે મગજની પેશીઓનો નાશ કરે છે અને તે 'પ્રાઈમરી એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ (PAM)" તરીકે ઓળખાતા ખતરનાક ચેપમા બદલાય છે.