- ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ (IEX) દ્વારા ઈન્ડિયન ગેસ એક્સચેન્જ (IGX) નામ હેઠળ નેચરલ ગેસના ભાવને દર્શાવતો ભારતનો પ્રથમ ઇન્ડેક્ષ બહાર પાડવામાં આવ્યો. જેને 'GIXI' નામ આપવામાં આવ્યું છે.
- ગેસ પ્રાઇસ ઇન્ડેક્ષનો ઉદ્દેશ્ય ભારતમાં સિંગલ ગેસની કિંમત તેમજ વૈશ્વિક સ્તરના JKM, HH, WIM, TTF જેવા આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્કને પ્રોત્સાહન આપવાનો છે.
- આ ઇન્ડેક્ષમાં, તમામ ગેસના વેપાર માટે વોલ્યુમ-વેઇટેડ એવરેજ ભાવ અને પશ્ચિમ અને દક્ષિણ હબમાં ગેસના ભાવ પ્રદર્શિત થશે.
- IGX ગેસ પ્રાઇસ ઇન્ડેક્સની શરૂઆતથી અત્યાર સુધીમાં 447 મિલિયન MMBtus (1.1 બિલિયન ક્યુબિક મીટર) ગેસનો વેપાર થયો છે. ઉપરાંત, એક્સચેન્જમાં 1900 થી વધુ સોદા કરવામાં આવ્યા છે. IGX હાલમાં 15% સ્પોટ માર્કેટ શેરને નિયંત્રિત કરે છે.