- કેરળ વનવિભાગ દ્વારા નૂલપુઝા ગ્રામ પંચાયત સાથે મળીને પ્રાકૃતિક વનસ્પતિને પુનઃસ્થાપિત કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો.
- આ પ્રોજેક્ટમાં આક્રમક છોડ, ખાસ કરીને સેન્ના સ્પેક્ટેબિલિસને જડમૂળથી ઉખેડવા અને કુદરતી જંગલોને પુનઃસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરવામાં આવશે.
- આ પ્રોજેક્ટ "વાયનાડ વન્યજીવ અભયારણ્ય"ની સુલતાન બાથેરી વન શ્રેણી હેઠળ 30 હેક્ટર જંગલની જમીન પર ચલાવવામાં આવશે. જ્યાં સેના સ્પેક્ટેબિલિસ, યુપેટોરિયમ, મિકાનિયા માઈક્રાંથા અને લન્ટાનાકામરા સહિતના વિદેશી આક્રમક છોડ સ્થાનિક પ્રજાતિઓને નુકશાન કરી રહ્યા છે.