- વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પ્રી-ક્વોલિફાઇડ મેડિસિન પ્રોગ્રામ (WHO PQ) હેઠળ ફાર્માસ્યુટિકલ કંપની 'હેટેરો'ની કોવિડ-19 માટે મૌખિક દવા "નિમરેલવીર"ના જેનરિક સ્વરૂપ માટે મંજૂરી આપવામાં આવી.
- પ્રથમ વખત 'ફાઇઝર'ની કોવિડ-19 ઓરલ એન્ટિ-વાયરલ દવા 'પેક્સલોવિડ'ના જેનેરિક સ્વરૂપને પ્રારંભિક મંજૂરી મળી છે.
- WHO ની ગાઇડલાઈન મુજબ કોરોના વાયરસના હળવા કે મધ્યમ સંક્રમણવાળા દર્દીઓને "નિર્માટેલવીર" અને "રિતોનાવીર" આપવાની જોગવાઇ કરવામાં આવી છે જેમને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધારે છે. જે દર્દીઓમાં કાંતો વૃદ્ધ અથવા જેઓની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોઈ શકે અથવા જેઓએ રસી લીધી નથી તેવા દર્દીઓનો સમાવેશ થાય છે.
- નિરમાકોમ, હેટેરો દ્વારા પૂરા પાડવામાં આવેલ સંયુક્ત પેકમાં 150 મિલિગ્રામ નિર્માટેલવીર (બે ટેબ્લેટ) અને 100 મિલિગ્રામ રિતોનાવીર (એક ટેબ્લેટ) ઉપલબ્ધ છે.
- આ દવા ફક્ત ડૉક્ટરની સલાહ પર જ ઉપલબ્ધ બનશે અને ચેપ લાગ્યા પછી અને લક્ષણોની શરૂઆતના પાંચ દિવસની અંદર આપવાની જોગવાઈ રહેશે.
- ભારતમાં Heteroના યુનિટમાં નિર્માકોમનું ઉત્પાદન કરવામાં આવશે.