ભારત-કઝાકિસ્તાન સંયુક્ત લશ્કરી કવાયત "KAZIND-22"ની શરૂઆત થઈ.

  • આ કવાયતની આ છઠ્ઠી આવૃત્તિ મેઘાલયના ઉમરોઈ ખાતે 15 થી 28 ડિસેમ્બર, 2022 સુધી ચાલશે.
  • આ કવાયત કઝાકિસ્તાન આર્મી સાથે વર્ષ  2016માં સંયુક્ત વાર્ષિક તાલીમ તરીકે શરૂ કરવામાં આવી હતી. જેને પાછળથી કંપની સ્તરની કવાયતમાં અપગ્રેડ કરવામાં આવી.
  • વર્ષ 2018માં કવાયતનું નામ "KAZIND"રાખવામાં આવ્યું હતું.
  • આ સૈન્ય કવાયતનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્રના શાંતિ અમલીકરણ કાર્યક્રમ હેઠળ લશ્કરી સંબંધોને આગળ વધારવાનો, એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓની વહેંચણી અને અર્ધ-શહેરી/વન્ય પરિસ્થિતિઓમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં લશ્કરી પ્રવૃત્તિઓને વધારવાનો છે.
Kazind – 2022

Post a Comment

Previous Post Next Post