અમેરિકન શબ્દકોશ વેબસાઇટ મેરિયમ-વેબસ્ટર દ્વારા વર્ષ 2022ના શબ્દ તરીકે "Gaslighting"ને પસંદ કરવામાં આવ્યો.

  • વર્ષ 2021માં મરિયમ વેબસ્ટર દ્વારા તેની ઓનલાઈન સાઈટ પર સૌથી વધુ સર્ચ કરાયેલા શબ્દ તરીકે "વેક્સિન" શબ્દ પસંદ કરવામાં આવ્યો હતો.
  • Gaslightingનો અર્થ મરિયમ-વેબસ્ટરની વ્યાખ્યા મુજબ "વ્યક્તિની મનોવૈજ્ઞાનિક છેડછાડ-મેન્ટલ મેનીપ્યુલેશન" એમ થાય છે.
  • Gaslighting એટલે સામાન્ય રીતે લાંબા સમય સુધી કોઈ વ્યક્તિને તેના પોતાના વિચારો, વાસ્તવિકતાની ધારણા અથવા યાદોની માન્યતા પર પ્રશ્ન ઊભો કરવામા આવે, ભ્રમિત કરવામાં આવે જે તેને નુકશાન તરફ દોરી જાય, તેનો આત્મવિશ્વાસ અને આત્મસન્માન પર અસર કરે અને તે વ્યક્તિ ભાવનાત્મક અથવા માનસિક રીતે કોઈના પર નિર્ભર બની જાય છે એવી માનસિક અવસ્થા ઊભી કરવાની સ્થતિ.
  • Gaslighting રાજકારણ, પત્રકારત્વ, 2 યુગલ વચ્ચે, વિશાળ કુટુંબમાં અને મિત્રો વચ્ચે થઈ શકે છે.  
  • જ્યારે મેડિકલ વ્યવસાયમાં જ્યારે આરોગ્ય  વ્યવસાયી દ્વારા દર્દીના લક્ષણો અથવા બીમારીને "બધો તમારા મનનો વહેમ છે" એમ કહી તરીકે ફગાવી દેવામાં આવે ત્યારે એવા કિસ્સામાં તેને "મેડિકલ ગેસલાઇટિંગ" કહેવાય છે.
Merriam-Webster announced ‘Gaslighting’ as its Word of the Year 2022

Post a Comment

Previous Post Next Post