- 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ 3 થી 7 જાન્યુઆરી, 2023 દરમિયાન નાગપુર યુનિવર્સિટી, નાગપુર, મહારાષ્ટ્ર ખાતે યોજાશે.
- ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની વર્ષ 2023ની થીમ 'ટકાઉ વિકાસ - Sustainable development' રાખવામાં આવેલ છે.
- ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન એ ભારતનું એક અગ્રણી વૈજ્ઞાનિક સંગઠન છે જેની સ્થાપના વર્ષ 1914માં કોલકાતામાં થઈ હતી.
- તેનુ મુખ્ય મથક કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે છે. તેમાં 30,000 થી વધુ વૈજ્ઞાનિકોની સદસ્યતા છે
- દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું અધિવેશન મળે છે.