ચીન દ્વારા હાઈડ્રોજન ટ્રેન શરૂ કરવામાં આવી.

  • ચીનની સરકારી કંપની CRRC કોર્પોરેશન લિ. દ્વારા ચીનની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવામાં આવી.
  • આ એશિયાની પ્રથમ અને વિશ્વની બીજી હાઇડ્રોજન ટ્રેન છે.  અગાઉ ઓગસ્ટ 2022માં જર્મની દ્વારા હાઈડ્રોજન ટ્રેન શરૂ કરવામાં આવી હતી.
  • ચીનની હાઇડ્રોજન ટ્રેનમાં એકવાર તેમાં ગેસ ભરાય તો તે 600 કિમી સુધી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે.  
  • આ હાઇડ્રોજન ટ્રેન ફક્સિંગ હાઇ-સ્પીડ પ્લેટફોર્મના આધારે વિકસાવવામાં આવી છે અને તેમાં ચાર કોચ છે. 
  • ભારતમાં પણ હાઈડ્રોજન ટ્રેન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેન આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે, જે વિશ્વની સૌથી સ્વચ્છ ટ્રેન હશે.
  • હાઇડ્રોજન ટ્રેનો સૌપ્રથમ ઓગસ્ટ 2022માં જર્મની દ્વારા શરૂ કરવામાં આવી હતી.  જર્મનીએ 14 હાઇડ્રોજન ટ્રેનો એકસાથે શરૂ કરી હતી. 
  • આ ટ્રેનોનું નિર્માણ ફ્રેન્ચ કંપની અલ્સ્ટોમ દ્વારા કરવામાં આવ્યું છે. 
  • આ ટ્રેનમાં હાઇડ્રોજન ફ્યુઅલ સેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.  હાઇડ્રોજન ટ્રેનની છત પર સંગ્રહિત થાય છે અને જ્યારે તે ઓક્સિજનને મળે છે, ત્યારે તે H2O એટલે કે પાણી બનાવે છે.  આ પ્રક્રિયામાં ઉત્પન્ન થતી ઉર્જાનો ઉપયોગ ટ્રેનો ચલાવવા માટે થાય છે.  
  • આ ટ્રેનમાં કોઈ પ્રદૂષણ થતું નથી અને એન્જિનમાં કોઈ અવાજ આવતો નથી.
Hydrogen train launched by China.

Post a Comment

Previous Post Next Post