ક્રોએશિયા દ્વારા 1 જાન્યુઆરી 2023 થી કુના ચલણને રદ કરવામાં આવ્યું.

  • ક્રોએશિયા દ્વારા કુના ચલણને રદ કરી યુરોને પોતાના ચલણ તરીકે માન્યતા આપવામાં આવી.
  • કુના ચલણને રદ કરવા ઉપરાંત ક્રોએશિયા 1, જાન્યુઆરી 2023થી પાસપોર્ટ-મુક્ત શેંગેન એરિયામાં જોડાયેલ છે.    
  • આ સાથે, તે યુરોઝોનનો 20મો સભ્ય દેશ બન્યો તેને યુરોપિયન યુનિયનમાં જોડાયાના લગભગ 10 વર્ષ પછી બાલ્કન દેશને યુરોપના પાસપોર્ટ ફ્રી શેંગેન એરિયામાં સામેલ કરવામાં આવ્યો.
  • શેંગેન વિસ્તાર એટલે જ્યાં અવરજવર માટે પાસપોર્ટની જરૂર હોતી નથી. આ દેશોના લોકો એકબીજાના સ્થાને આવવા જવા , રહેવા, કામ કરવા પાસપોર્ટ, વિઝા કે કામની પરમિટની જરૂર હોતી નથી.
  • અત્યાર સુધી શેંગેન વિસ્તારમાં 26 સભ્ય દેશો હતા જેમાં ક્રોએશિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 
  • આ 26 દેશોમાં બુલ્ગેરિયા, રોમાનિયા, ક્રોએશિયા, આયર્લેન્ડ અને સાયપ્રસ યુરોપિયન યુનિયનના એકમાત્ર એવા સભ્ય હતા જેઓ શેંગેનના સભ્ય ન હતા. 
  • તેમજ આઇસલેન્ડ, નોર્વે, સ્વિટ્ઝર્લૅન્ડ અને લિક્ટેંસ્ટેઇન એવા કેટલાક દેશો છે જે યુરોપિયન યુનિયનના સભ્ય નથી પરંતુ શેંગેન વિસ્તારમાં સામેલ છે.
Croatia to adopt the euro from 1 January 2023

Post a Comment

Previous Post Next Post