- આ બેઠક 18 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ બેઠક ત્રણ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં આરોગ્ય કટોકટીની દેખરેખ - સજ્જતા અને પ્રતિભાવ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવો, ઉપરાંત ડિજિટલ આરોગ્ય નવીનતાઓ અને ઉકેલો નો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બર, 2022 ના રોજ ભારતે G20 ની અધ્યક્ષતા ગ્રહણ કરી હતી. G20 હેઠળ, ચાર હેલ્થ વર્કિંગ ગ્રૂપ (HWG) બેઠકો અને એક મંત્રી સ્તરીય બેઠક થશે. આ બેઠકો તિરુવનંતપુરમ, ગોવા, હૈદરાબાદ અને ગાંધીનગર સહિત દેશભરમાં યોજાશે.