- તેઓને આ પુરસ્કાર મહાત્મા ગાંધી અને MLK જુનિયરનો સંદેશ ફેલાવવામાં સમર્પણ માટે આપવામાં આવ્યો છે જેમાં તેઓને ટ્રોફી અને તકતી આપવામાં આવી.
- તેઓ કૃષ્ણા હ્યુસ્ટોનિયન અને ફાઉન્ડેશન ફોર ઈન્ડિયા સ્ટડીઝ (FIS)ના સ્થાપક અને પ્રમુખ છે.
- માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના જન્મદિવસ નિમિત્તે આ પરેડનું આયોજન કરવામાં આવે છે.
- માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનો જન્મ 15 જાન્યુઆરી, 1929ના રોજ એટલાન્ટા, જ્યોર્જિયામાં થયો હતો. તેઓને "અમેરિકાના ગાંધી" પણ કહેવામાં આવે છે.
- ઉલ્લેખનીય છે કે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દ્વારા તેમના નાગરિક અધિકાર ચળવળમાં એમ.કે.ગાંધીની અહિંસાના સિદ્ધાંતને અપનાવીને ભારત અને અમેરિકા વચ્ચે ઐતિહાસિક કડી સ્થાપિત કરી હતી.