- ગુજરાત હાઈકોર્ટ દ્વારા "ઈમેલ માય કેસ સ્ટેટસ (EMSC)" સેવા શરૂ કરવામાં આવી જેના દ્વારા ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનો તેમની સાથે નોંધાયેલી FIR સાથે સંબંધિત કેસોની સ્થિતિ વિશે અપડેટ મેળવી શકશે.
- અગાઉ EMSC અરજદારો માટે ઉપલબ્ધ હતી જેને હાઈકોર્ટના IT વિભાગ પોલીસ સ્ટેશનો સુધી વિસ્તારવામાં આવી છે.
- EMSCના અમલીકરણ માટે ગુજરાતના તમામ 763 પોલીસ સ્ટેશનોને સ્વચાલિત ઇમેઇલ્સ ટ્રાન્સમિટ કરવામાં આવશે, જેમાં સંબંધિત પોલીસ સ્ટેશનોની FIR સંબંધિત ફોજદારી કેસોની સૂચિ, કેસની સ્થિતિ જેમકે મુલતવી, નિકાલ, કેસોમાં ઓર્ડર અને ચુકાદાઓ વગેરેની માહિતી પોલીસ સ્ટેશનોને EMCS ઇમેઇલ અપડેટ્સમાં PDF અટેચમેન્ટ તરીકે મળશે.
- આ નવી પહેલ સાથે, હાઇકોર્ટનો ઉદ્દેશ્ય સંબંધિત પોલીસ સ્ટેશનોની FIRને સંડોવતા હાઇકોર્ટમાં પડતર કેસોના સ્ટેટસ અને અપડેટ્સની સરળ અને ઝડપી ઍક્સેસ આપવાનો છે.