- ભારત અને જાપાન વચ્ચે 'વીર ગાર્ડિયન' હવાઈ કવાયત જાપાનના હાયકુરી એરબેઝ પર 12 થી 26 જાન્યુઆરી દરમિયાન યોજાનાર છે. ભારત અને જાપાન વચ્ચે પ્રથમવાર યોજાનાર છે.
- સ્ક્વોડ્રન લીડર અવની ચતુર્વેદી સુખોઈ-30MKI જેટ પર ઉડાન ભરશે.
- તેણી ફેબ્રુઆરી 2018માં મિગ-21 `બાઇસન' સોલો ઉડાડનાર પ્રથમ મહિલા બની હતી.
- તેણીનો જન્મ મધ્યપ્રદેશના રીવામાં થયો છે. તેઓએ જયપુરથી કોમ્પ્યુટર સાયન્સમાં B.Tech કરેલ છે.
- તેણી જૂન 2016માં મૂળભૂત તાલીમ પછી IAF ફાઇટર સ્ટ્રીમમાં કમિશન મેળવનારી પ્રથમ ત્રણ મહિલાઓમાં સામેલ હતી.
- ઉલ્લેખનીય છે કે એક જ ફાઇટર પાઇલટને તાલીમ આપવા માટે રૂ. 15 કરોડથી વધુ ખર્ચ થાય છે. અગાઉ IAFમાં મહિલાઓને સામેલ કરવામાં આવતી નહોતી. જેનું કારણ કે હતું કે જો મહિલાઓ લગ્ન કરે અને બાળકો હોય તો તે "ચુસ્ત ફાઇટર-ફ્લાઇંગ શેડ્યૂલ" ને વિક્ષેપિત થશે પરંતુ હવે IAF, આર્મી અને નેવીમાં હવે 145 થી વધુ મહિલા હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પાઇલોટ્સ પણ છે. જેમ લગભગ 30 મહિલા અધિકારીઓને પણ ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવી છે, જ્યારે અન્ય 100 સેનામાં પ્રશિક્ષિત લશ્કરી પોલીસ મહિલા બની છે.
- જોકે, મહિલા અધિકારીઓને હજુ પણ આર્મીના મુખ્ય લડાયક શસ્ત્રો જેમ કે પાયદળ, આર્મર્ડ કોર્પ્સ, મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રી અને આર્ટિલરી અથવા નેવીમાં ઓન-બોર્ડ સબમરીનમાં સેવા આપવાની મંજૂરી નથી.
