હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2023 પ્રકાશિત કરવામાં આવ્યો.

  • વર્ષ 2022માં ભારતીય પાસપોર્ટ 85માં ક્રમે રહ્યો. જે 2021માં 83માં ક્રમે હતો.
  • આ રેન્કિંગ લંડન સ્થિત હેનલી એન્ડ પાર્ટનર્સ દ્વારા તૈયાર કરવામાં આવે છે જે વૈશ્વિક નાગરિકતા અને રહેઠાણને આધારે આપવામાં આવે છે. જેના માટે ઈન્ડેક્સ ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) પાસેથી ડેટા એકત્ર કરવામાં આવે છે જે વૈશ્વિક સ્તરે ઈન્ટર-એરલાઈન સહયોગનું સંચાલન કરે છે.  
  • હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દેશોની વિઝા નીતિના ફેરફારો અનુસાર ત્રિમાસિક અપડેટ કરવામાં આવે છે.  
  • આ રેન્કિંગ 227 સ્થળો અને 199 પાસપોર્ટને આવરી લે છે.
  • જો કોઈ સ્થળ માટે વિઝા જરૂરી નથી, તો તે પાસપોર્ટ માટે મૂલ્ય = 1 સાથેનો સ્કોર બનાવવામાં આવે છે.  
  • હેનલી વેબસાઇટ અનુસાર પાસપોર્ટ ધરાવતા લોકો વિઝા-ફ્રી/વિઝા-ઓન-અરાઇવલની મુલાકાત લઈ શકે છે તે સંખ્યા દ્વારા સૌથી મજબૂત પાસપોર્ટ વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
  • વિશ્વના ટોચના 10 સૌથી મજબૂત પાસપોર્ટમાં 1) જાપાન (193), 2) સિંગાપોર/દક્ષિણ કોરિયા (192), 3) જર્મની/સ્પેન (190), 4)ફિનલેન્ડ/ઇટાલી/લક્ઝમબર્ગ(189) 5) ઑસ્ટ્રિયા/ડેનમાર્ક/નેધરલેન્ડ/સ્વીડન (188), 6) ફ્રાન્સ/આયર્લેન્ડ/પોર્ટુગલ/યુનાઇટેડ કિંગડમ (187), 7) બેલ્જિયમ/ચેક રિપબ્લિક/ન્યુઝીલેન્ડ/નોર્વે/સ્વિત્ઝર્લેન્ડ/યુનાઈટેડ સ્ટેટ્સ (186), 8) ઓસ્ટ્રેલિયા/કેનેડા/ગ્રીસ/માલ્ટા (185), 9) હંગેરી/પોલેન્ડ (184), 10) લિથુઆનિયા/સ્લોવાકિયા (183)નો સમાવેશ થાય છે.
Henley Passport Index 2023 published.

Post a Comment

Previous Post Next Post