રેટિંગ એજન્‍સી કેર એજ દ્વારા દેશના રાજયોની રેટિંગ સૂચિ બહાર પાડવામાં આવી.

  • આ રેટિંગ આર્થિક, સામાજિક અને વહીવટ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, આર્થિક સમાવેશ, રાજકોષીય વ્‍યવસ્‍થાપન અને પર્યાવરણ જેવા માપદંડોના આધારે આપવામાં આવ્યું છે.
  • આ યાદીમાં મહારાષ્ટ્રને દેશના શ્રેષ્ઠ રાજય તરીકે પ્રથમ, ગુજરાત બીજા અને તમિલનાડુને ત્રીજું સ્‍થાન આપવામાં આવ્યું.  
  • વહીવટી શાસનમાં આંધ્રપ્રદેશ પ્રથમ અને તેલંગાણા બીજા અને ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમે છે. આ રેટિંગ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, ઇ-ગવર્નન્‍સ રેકોર્ડ, પોલીસ કાર્યક્ષમતા અને પ્રતીતિ દરના આધારે આપવામાં આવ્યું છે.
  • રાજકોષીય સંચાલન અને ઋણ વ્‍યવસ્‍થાપનમા ઓડિશા પ્રથમ, મહારાષ્ટ્ર અને ગુજરાત બીજા અને ત્રીજા સ્‍થાને છે.
  • પર્યાવરણની દ્રષ્ટિએ, આંધ્ર પ્રદેશ પ્રથમ, કર્ણાટક અને તેલંગાણા બીજા અને ત્રીજા નંબરે છે. 
  • આ રેટિંગમાં કેન્‍દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ કરવામાં આવ્‍યો નથી.
CareEdge releases first-edition of States' Ranking

Post a Comment

Previous Post Next Post