વિશ્વ-પ્રસિદ્ધ કેન્યાના સંરક્ષણવાદી રિચાર્ડ લીકીનું 77 વર્ષની વયે અવસાન.

  • 19 ડિસેમ્બર, 1944ના રોજ જન્મેલા, લીકી પેલેઓનથ્રોપોલોજી એટલે કે માનવ અશ્મિના રેકોર્ડનો અભ્યાસકર્તા હતા.
  • તેઓનું હુલામણું નામ "તુર્કાના બોય" તરીકે ઓળખાતા હતા.
  • 1970ના દાયકામાં તેમણે અને સંશોધન અભિયાનોનું નેતૃત્વ કર્યું જેમાં 1972માં હોમો હેબિલિસ (1.9 મિલિયન વર્ષ જૂની) અને 1975માં હોમો ઇરેક્ટસ (1.6 મિલિયન વર્ષ જૂની)ની ખોપરીઓની શોધ સાથે માનવ ઉત્ક્રાંતિની વૈજ્ઞાનિક શોધનો સમાવેશ થાય છે.
  • તેઓને TIME મેગેઝિનના કવર પર હોમો હેબિલિસ મોક-અપ સાથે "હાઉ મેન બિકેમ મેન" શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. 
  • વર્ષ 1981માં, તેઓએ BBC ટેલિવિઝન શ્રેણીની સાત ભાગની "ધ મેકિંગ ઓફ મેનકાઇન્ડ" શ્રેણીમાં કામ કર્યું હતું.
  • તેઓએ વર્ષ 1984માં તેમના એક ખોદકામ દરમિયાન અસાધારણ, લગભગ સંપૂર્ણ હોમો ઇરેક્ટસ હાડપિંજરની શોધ કરી હતી.
  • તેઓ વર્ષ 1980ના દાયકાના અંત ભાગમાં આફ્રિકન હાથીઓની કતલ અને હાથીદાંતના ગેરકાનૂની વેપાર સામે વિશ્વના અગ્રણી અવાજો પૈકીના એક હતા.
  • તેઓને તત્કાલીન પ્રમુખ ડેનિયલ અરાપ મોઈએ વર્ષ 1989માં રાષ્ટ્રીય વન્યજીવન એજન્સીનું નેતૃત્વ માટે નિયુક્ત કર્યા હતા જેને "કેન્યા વાઇલ્ડલાઇફ સર્વિસ KWS" નામ આપવામાં આવ્યું હતું.
Kenyan conservationist dies aged 77

Post a Comment

Previous Post Next Post