વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત ભારતનો સૌથી મોટો ઉત્સવ 'સારંગ-2023' ચેન્નાઇમાં શરૂ.

  • 'સારંગ-2023' ની 28મી આવૃત્તિ 11 થી 15 જાન્યુઆરી સુધી IIT મદ્રાસમાં યોજાશે.
  • સારંગ 2023 એ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતા સૌથી મોટા ઉત્સવોમાંનો એક છે જે સંપૂર્ણપણે ફિઝિકલ કાર્યક્રમ છે.
  • કોવિડ મહામારીને કારણે ત્રણ વર્ષના અંતરાલ બાદ આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું.
  • સારંગ 2023માં દેશભરની 500 કોલેજોની સહભાગિતા સાથે 100 થી વધુ ઈવેન્ટ્સ યોજાશે.
  • આ ફેસ્ટિવલમાં 80 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.જેમાં 100 થી વધુ પ્રકારની રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
  • સારંગ 2023 એ આ વર્ષના સામાજિક હેતુ માટે 'પેનેસી' નામક ઝુંબેશ લોન્ચ કર્યું છે.
  • પેનેસીઆ એ એક ઝુંબેશ છે જેનો હેતુ રોગના પ્રકોપને રોકવા માટે તંદુરસ્ત ટેવોને પ્રોત્સાહિત કરવાનો છે.
  • આ ઉત્સવમાં કોરિયન ફેસ્ટ પત્રકારત્વ, કોમિક પુસ્તકો અને પાત્રો સાથે કોરિયન સંસ્કૃતિની ઉજવણી કરવામાં આવશે.
Saarang 2023 iit madras

Post a Comment

Previous Post Next Post