શ્રીલંકા દ્વારા આ વર્ષે 4 ફેબ્રુઆરીએ દેશનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે.

  • શ્રીલંકા દ્વારા આ અવસર પર, ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની તસવીર સાથેની સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • આ ઉજવણીની થીમ 'નમો નમો મઠ-એ સ્ટેપ ટુવર્ડસ અ સેન્ચ્યુરી' રાખવામાં આવી છે.
  • આ કાર્યક્રમ દરમ્યાન સરકાર આગામી પચીસ વર્ષ માટે તેની નવી સુધારાવાદી નીતિની જાહેરાત કરશે.  .
  • 75માં રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસ નિમિત્તે અનેક સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
  • આ દિવસે શ્રીલંકામાં સાર્વજનિક ઉદ્યાનો, રાષ્ટ્રીય પ્રાણીશાસ્ત્ર વિભાગની માલિકીના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અને વન સંરક્ષણ વિભાગની માલિકીના રાષ્ટ્રીય ઉદ્યાનો અને નેશનલ બોટનિકલ ગાર્ડન વિભાગની માલિકીના રાષ્ટ્રીય ઉદ્યાનોમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમો યોજાશે અને તેઓ આ દિવસે લોકો માટે વિના મૂલ્યે ખોલવામાં આવશે.
Sri Lanka 75th National Independence Celebration

Post a Comment

Previous Post Next Post