- આ સંગ્રહાલય શરૂઆત કેરલની રાજધાની તિરુવનંતપુરમમાં કરવામાં આવી.
- આ સંગ્રહાલયમાં ભારતની ધરતી પર અંગ્રેજોને પરાજિત કરનાર ત્રાવનકોર સામ્રાજ્યની ઝાંખી સૌ પ્રથમવાર પ્રદશિત કરવામાં આવી ઉપરાંત તેમાં કેરલ રાજયની સંસ્કૃતિ આધારિત વસ્તુઓ રાખવામાં આવી છે.
- આ સંગ્રહાલયમાં ત્રાવણકોર સામ્રાજ્યના વહીવટી, સામાજિક અને સાંસ્કૃતિક દસ્તાવેજ પાંડુલિપિમાં છે તે પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
- પ્રાથમિક પુરાવાઓ પર આધારિત 187 જેટલા પાંડુલિપિના દસ્તાવેજ જે તાડના પાન પર લખેલા છે તે માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
- સંગ્રહાલય માટે રાજયમાંથી ઉપલબ્ધ લગભગ 1.5 કરોડ તાડના પત્તાના દસ્તાવેજો એકઠા કરી તેને સુરક્ષિત કરવા માટે તાંબાની કોર અને વાંસથી મઢવામાં આવ્યા છે.