- ડ્રોન સ્ટાર્ટઅપ ગરુડ એરોસ્પેસ દ્વારા તૈયાર કરેલ આ ડ્રોનનું અનાવરણ એરો ઈન્ડિયા 2023માં કરવામાં આવ્યું.
- "SURAJ"એ ISR (ઈન્ટેલિજન્સ, સર્વેલન્સ, રિકોનિસન્સ) હાઈ-એલટીટ્યુડ ડ્રોન છે જે ખાસ કરીને સર્વેલન્સ ઓપરેશન્સ માટે રચાયેલ છે.
- આ ડ્રોન થર્મલ ઇમેજરી અને પર્ણસમૂહ-પેનિટ્રેટિંગ લિડર સેન્સર્સ સાથે ઉચ્ચ-રિઝોલ્યુશન ઝૂમ કેમેરાનો બહુમુખી પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે. જેની મહત્તમ ક્ષમતા 10 કિલો છે.
- આ અદ્યતન ટેક્નોલોજી રીઅલ-ટાઇમમાં ફોટા અને વિડિયોને કેપ્ચર કરી, પ્રક્રિયા કરશે અને ટ્રાન્સમિટ કરશે. આ રિયલટાઇમ મોનીટરીંગ સૈન્યને સુરક્ષા સહાય પૂરી પાડવામાં મદદ કરશે.
- તેની સહનશક્તિ 12 કલાક છે અને તે 3000 ફૂટની ઊંચાઈએ ઉડી શકે છે.