NSG અને US સ્પેશિયલ ઓપરશન ફોર્સ દ્વારા સયુંક્ત કવાયત 'તારકાશ' હાથ ધરવામાં આવ્યુ.
byTeam RIJADEJA.com-
0
નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG) અને યુએસ સ્પેશિયલ ઓપરેશન ફોર્સ (SOF) દ્વારા હાથ ધરાયેલ સંયુક્ત કવાયત તારકાશમાં આતંકવાદીઓ દ્વારા રાસાયણિક અને જૈવિક હુમલાઓનો સામનો કરવા માટેની કવાયતનો સમાવેશ થાય છે.
ભારત-યુએસ સંયુક્તની કવાયતમાં પ્રથમ વખત 'કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર (CBRN) ટેરર રિસ્પોન્સ' નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય દુશ્મનોને ઝડપી નિષ્ક્રિય કરવા, બંધકોને બચાવવા અને રાસાયણિક હથિયારોના જોખમને તટસ્થ કરવા માટે બંને વિશેષ દળોના એકમોના કમાન્ડોને તાલીમ આપવાનો છે.
આ કવાયત હાલમાં ચેન્નાઈ, તમિલનાડુમાં 16 જાન્યુઆરી થી 14 ફેબ્રુઆરી સુધી યોજાઈ ગઈ.