ગુજરાતમાં પહેલીવાર વિદ્યાર્થીઓની ગુજરાતી વાચનની ઝડપ માપવામાં આવશે.

  • ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક સ્કૂલોના ધોરણ 3 થી 8ના બાળકોની વાંચન ક્ષમતા વધે તે માટે 'વાંચન ઝડપ ક્ષમતા માપણી સિસ્ટમ' લાગુ કરવામાં આવશે. 
  • રાજ્યની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા અંગેનું મોનિટરીંગ કરવામાં આવશે.
  • આ કાર્યવાહી સરકારી એપ્લિકેશન 'G- શાળા' મારફતે કરાશે. 
  • જેમાં શિક્ષકે ક્લાસરૂમમાંથી જ વિદ્યાર્થીની માહિતી અપલોડ કરવાની રહેશે. જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર જોવા મળશે, જ્યાંથી નબળી વાંચન ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીની ક્ષમતા વધારવા માટેના પ્રયત્નો શરુ કરાશે. 
  • પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ એક મિનિટમાં સરેરાશ 21 શબ્દો સાચા વાંચી રહ્યાં છે કે નહિ તે જોવામાં આવશે.
  • બીજા તબક્કામાં શિક્ષકની હાજરીમાં વાંચનની ઝડપ માપવામાં આવશે.
  • આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય  પ્રાથમિક સ્કૂલોના બાળકોની વાંચન ક્ષમતા વધારવાનો છે.
Gujarati reading of the students will be measured

Post a Comment

Previous Post Next Post