- આ માટે કેરળ સરકાર દ્વારા "રોબોટિક સ્કેવેન્જર્સ બેન્ડિકૂટ" લોન્ચ કરવામાં આવ્યું જેમાં રોબોટિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગટર સાફ કરવામાં આવશે.
- કેરળ રાજ્ય સરકારના 100-દિવસીય એક્શન પ્લાનના ભાગરૂપે કેરળ વોટર ઓથોરિટી (KWA) દ્વારા થ્રિસુર જિલ્લામાં ગુરુવાયુર સીવરેજ પ્રોજેક્ટ હેઠળ "રોબોટિક સ્કેવેન્જર્સ બેન્ડિકૂટ" શરૂ કરવામાં આવ્યા.
- વર્ષ 2007માં પ્રોજેક્ટની શરૂઆત સાથે, કેરળમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથાનો અંત આવ્યો હતો. હવે આ પગલાથી કેરળ મેનહોલ સાફ કરવા માટે રોબોટિક સ્કેવેન્જિંગ મશીનનો ઉપયોગ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યુ.
- આ સફાઈની પ્રોસેસમાં રોબોટિક ટ્રોન યુનિટ, જે બેન્ડિકૂટનું મુખ્ય ઘટક છે, તે મેનહોલમાં પ્રવેશે છે અને રોબોટિક હાથનો ઉપયોગ કરીને ગટર સાફ કરવામાં આવે છે.
- આ મશીનમાં વોટરપ્રૂફ, HD વિઝન કેમેરા અને સેન્સર છે જે અંદર હાજર હાનિકારક વાયુઓને શોધી શકે છે.
- કેરળ સ્થિત જેનરોબોટિક્સ દ્વારા વિકસિત આ બેન્ડિકૂટે તાજેતરમાં કેરળ સ્ટાર્ટઅપ મિશન (KSUM) દ્વારા આયોજિત હડલ ગ્લોબલ 2022 કોન્ક્લેવમાં 'કેરળ પ્રાઇડ' એવોર્ડ જીત્યો હતો.