ઉત્તરાખંડ સરકાર દ્વારા યમુનોત્રી ધામ જવા માટે રોપ-વે નિર્માણ કરવા કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો.

  • યમુનોત્રી ધામ ઉત્તરાખંડમાં આવેલ ચાર ધામોમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલ છે. 
  • સરકાર દ્વારા યમુનોત્રી ધામ પહોંચવાની સુવિધા માટે રૂ. 166.82 કરોડના ખર્ચે રોપ-વે પ્રોજેક્ટના નિર્માણ માટે રાજ્યના પ્રવાસન વિભાગ અને ખાનગી બાંધકામ કંપની 'SRM એન્જિનિયરિંગ એન્ડ FIL ઈન્ડસ્ટ્રી પ્રાઈવેટ લિમિટેડ' વચ્ચે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
  • જાનકીચટ્ટી (ખરસાલી) વૉકિંગ રૂટ દ્વારા લગભગ 11 હજાર ફૂટની ઊંચાઈ પર સ્થિત યમુનોત્રી ધામ સુધી પહોંચવામાં શ્રદ્ધાળુઓને લગભગ ત્રણ કલાક લાગે છે, પરંતુ આ અંતર રોપ-વે દ્વારા માત્ર 15-20 મિનિટમાં કાપી શકાશે.  
  • PPP મોડ પર બાંધવામાં આવનાર આ 3.38 કિમી લાંબો રોપવે મોનોકેબલ ડિટેચેબલ પ્રકારનો હશે, જે ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડના યુરોપિયન ધોરણો અનુસાર બનાવવામાં આવશે.
  • આ રોપવેની પેસેન્જર ક્ષમતા એક કલાકમાં લગભગ 500 લોકોને લઈ જવાની હશે જ્યારે એક સમયે એક કોચમાં આઠ મુસાફરો જઈ શકશે.  
  • રોપવેનું નીચલું ટર્મિનલ ખરસાલીમાં 1.787 હેક્ટર જમીન પર બાંધવામાં આવશે જ્યારે ઉપલું ટર્મિનલ યમુનોત્રીમાં 0.99 હેક્ટર જમીન પર બાંધવામાં આવશે.
Uttarakhand govt inks deal for ropeway at Yamunotri Dham

Post a Comment

Previous Post Next Post