- તેણી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કમાલપુરની વતની છે.
- તેણીને આ સન્માન લગભગ એક વર્ષના સંશોધન બાદ સાબરકાંઠામાં આઝાદીની ચળવળમાં આદિવાસી ક્રાંતિકારીઓની ભૂમિકા દર્શાવતા લખેલા પુસ્તક 'ગોઝારો ઢેખાળીયો કૂવો-દઢવાવ' માટે આપવામાં આવ્યું.
- આ પુસ્તકનું વિમોચન નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા વિશ્વ પ્રગતિ મેદાન ન્યુ દિલ્લી ખાતે યોજાયેલ પુસ્તક મેળામાં કરવામાં આવ્યું હતું.
- કેન્દ્ર સરકારના નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકને જુદી-જુદી ભાષાઓમાં અનુવાદ કરી દેશ વિદેશના પુસ્તકાલયોમાં સ્થાન આપવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ બુક ટ્રસ્ટ અંતર્ગત ‘પી.એમ યુવા મેન્ટોર સ્કીમ’ અમલમાં મુકવામાં આવી હતી.
- જેમાં વણખેડાયેલા ઇતિહાસને ઉજાગર કરવા સમગ્ર ભારતમાંથી 75 પી.એમ યુવા લેખકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી આ પુરસ્કાર આપવામાં આવ્યો છે.