- આ કવાયત યુકેમાં રોયલ એરફોર્સના વેડિંગ્ટન એરફોર્સ બેઝ ખાતે 6 થી 24 માર્ચ સુધી યોજાનાર છે જે બહુપક્ષીય હવાઈ કવાયત છે જેમાં ફિનલેન્ડ, સ્વીડન, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ સ્ટેટ્સની વાયુસેના પણ ભાગ લેશે.
- કોબ્રા વોરિયર કવાયતમાં ભાગ લેવા માટે 145 એરમેન ધરાવતી ભારતીય વાયુસેનાની ટુકડી જામનગર એરફોર્સ સ્ટેશનથી રવાના કરવામાં આવી.
- આ કવાયતનો ઉદ્દેશ્ય વિવિધ ફાઇટર એરક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાવવાનો અને વિવિધ વાયુસેનાની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખવાનો છે.
- ભારતીય વાયુસેના આ વર્ષે પાંચ મિરાજ 2000 ફાઇટર, બે C-17 ગ્લોબમાસ્ટર III અને એક IL-78 મિડ એર રિફ્યુલર એરક્રાફ્ટ સાથે કવાયતમાં ભાગ લેશે.