ગુજરાત વિધાનસભામાં અનધિકૃત વિકાસને નિયમિત કરવાનું સુધારા વિધેયક પાસ કરાયું.

  • આ સુધારા વિધેયકથી 1 ઓક્ટોબર 2022 રાજ્યની આઠ મહાનગરપાલિકા તેમજ 146 જેટલી નગરપાલિકાઓમાં થયેલા ખાનગી જમીન ઉપરના અનધિકૃત બાંધકામોને ઇમ્પેક્ટ ફીની વસુલાત સાથે નિયમિત કરવામાં આવશે.
  • આ સુધારા દ્વારા રાજ્યના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50 % રહેવાસીઓને લાભ મળશે.
  • ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઉભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પુરતો સમય મળી રહે તે માટે મુળ વિધેયકની કલમ 5(2) માં 4 મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં 5(2-અ) ઉમેરી શરતોને આધીન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે.
  • RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં.
Gujarat passes bill to regularize unauthorized development

Post a Comment

Previous Post Next Post