- આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્ણાટકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના દિગ્ગજ નેતા અને ચાર વખતના મુખ્યમંત્રી બી. એસ. યેદિયુરપ્પાના 80મા જન્મદિવસના અવસર પર કરવામાં આવ્યું. તેઓ શિવમોગ્ગા જિલ્લાના વતની છે.
- આ એરપોર્ટ શિવમોગ્ગાથી 8.8 km (5.5 mi) અને ભદ્રાવતીથી 8.2 km (5.1 mi) સોગાને ખાતે સ્થિત છે. જે કર્ણાટક સરકાર સાથે જાહેર-ખાનગી ભાગીદારી (Public–private partnership - PPP) હેઠળ બાંધવામા આવ્યું છે.
- આ ઉપરાંત પ્રધાનમંત્રી દ્વારા કર્ણાટકમાં 3600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.