- તેઓએ લગાન ફિલ્મમાં 'કોમેન્ટેટર' રામ સિંહની ભૂમિકા ભજવી હતી જે પાત્રએ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આ ફિલ્મમાં તેઓના સારા અભિનય માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો
- જાવેદ ખાન અમરોહીએ 150 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
- જાવેદ ખાને શાહરૂખ ખાનની ફિલ્મ ચક દે ઈન્ડિયામાં ખુશલાલ વાલાનું મહત્વનું પાત્ર પણ ભજવ્યું હતું.
- આ સિવાય તેઓએ 'સત્યમ-શિવમ-સુંદરમ', 'રામ તેરી ગંગા મૈલી', 'અંદાઝ અપના-અપના', 'પ્રેમ રોગ', 'ઇશ્ક', 'હમ હૈ રાહી પ્યાર' જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
- વર્ષ 2020માં આવેલ 'સડક 2' તેઓની છેલ્લી ફિલ્મ હતી.
- તેઓ ટીવી સીરિયલ 'નુક્કડ'થી ખ્યાતિ પામ્યા હતા.