- કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ જાહેરાત બોર્ડર સિક્યોરિટી ફોર્સ, જનરલ ડ્યુટી કેડર (નોન-ગેઝેટેડ) ભરતી નિયમો, 2015માં સુધારો કર્યા પછી પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવી જે 9 માર્ચથી લાગુ થશે.
- આ નિણર્ય મુજબ પ્રથમ બેચના ઉમેદવારો માટે, ઉપલી વય મર્યાદા 05 વર્ષ સુધી અને અન્ય બેચના ઉમેદવારો માટે, આ મર્યાદા ત્રણ વર્ષ સુધી હળવી કરવામાં આવશે. ઉપરાંત ભૂતપૂર્વ અગ્નિશામકોને પણ શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવશે તથા કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને આસામ રાઇફલ્સમાં 10 ટકા ખાલી જગ્યાઓ 75% અગ્નિવીર માટે અનામત રાખવામાં આવશે.
- ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા આર્મી, નેવી અને એરફોર્સમાં 17½ થી 21 વર્ષની વય જૂથના યુવાનો માટે ચાર વર્ષ માટે ટૂંકા ગાળાના કરારના આધારે ભરતી કરવા માટે વર્ષ 2022માં 14 જૂને ‘અગ્નિપથ’ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ભરતી થનારાઓને 'અગ્નવીર' તરીકે ઓળખાય છે. ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા પછી દરેક બેચમાંથી 25% અગ્નિવીરને રેગ્યુલર સર્વિસમાં સામેલ કરાશે.
- હાલમાં અર્ધલશ્કરી દળોમાં ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા 18-23 વર્ષ છે જ્યારે અગ્નિપથ યોજના હેઠળ સશસ્ત્ર દળોમાં જોડાવા માંગતા ઉમેદવારોની ઉંમર 21 વર્ષથી વધુ ન હોવી જોઈએ તેવો નિયમ છે.
- સરકારે લીધેલા નવા નિર્ણય મુજબ આર્મી અથવા એરફોર્સ અથવા નેવીમાં અગ્નવીર તરીકે ચાર વર્ષ સેવા આપ્યા પછી યુવાન 30 વર્ષની ઉંમર સુધી BSF માં જોડાઈ શકશે. પ્રથમ બેચ અને બાકીના બેચના કિસ્સામાં BSFમાં જોડાવા માટેની મહત્તમ વય મર્યાદા 28 વર્ષ સુધીની રહેશે.