- વડોદરામાં જન્મેલ તેઓ લોકપ્રિય સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક તરીકે કાર્યરત હતા.
- ફિલ્મ સર્જક કેતન મહેતાએ ધીરુબેન પટેલની વાર્તા પરથી `ભવની ભવાઈ` ફિલ્મ બનાવી હતી જેને ઓસ્કારમાં નોમિનેશન મળ્યું હતું.
- તેઓને વર્ષ 1980માં રણજિતરામ સુર્વણચંદ્રક, વર્ષ 1981માં મુન્સી સુવર્ણ ચંદ્રક, વર્ષ 1996માં નંદશંકર સુવર્ણ ચંદ્રક એવોર્ડ અને દર્શક એવોર્ડ અને વર્ષ 2002 સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેઓને તેમની નવલકથા આગંતુક માટે વર્ષ 2001માં સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
- તેઓની લોકપ્રિય કૃતિઓમાં ‘અધૂરો કોલ’,‘વિશ્રંભકથા’અને ‘એક લહર’ જેવા જાણીતા વાર્તાસંગ્રહો અને ‘મયંકની મા’, ‘હરિફ’, ‘બે દોસ્ત’, ‘ધીમું ઝેર’ જેવી વાર્તાઓનો સમાવેશ થાય છે.
- એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ને ઘણી લોકપ્રિયતા મળી હતી.
- તેઓ વર્ષ 1975 સુધી 'સુધા' સાપ્તાહિકનાં તંત્રીપદે રહ્યા હતા.