- આ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શરૂ કરવામાં આવ્યો.
- આ કાર્યક્રમ હેઠળ, શરૂઆતમાં 100 આરોગ્ય કેન્દ્રોમાં દર મંગળવારે મહિલાઓ માટે પરીક્ષણો કરવામાં આવશે અને તેમને મફતમાં દવાઓ આપવામાં આવશે.
- જો જરૂરી હોય તો મહિલાઓને વધુ તબીબી સંભાળ માટે 'રેફરલ હોસ્પિટલ'માં મોકલવામાં આવશે.
- ઉપરાંત આ મહિનાના અંતમાં તેલંગાણામાં સગર્ભા સ્ત્રીઓના લાભ માટે બીજી યોજના 'ન્યુટ્રિશન કિટ' શરૂ કરવામાં આવશે.
- જે 'ન્યુટ્રિશન કિટ'માં સગર્ભા અવસ્થામાં દરમ્યાન ઘી અને પ્રોટીન મિક્સ પાવડર સહિતની ઘણી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે.