ગુજરાતના ડાંગ જિલ્લાના આહવા ખાતે ‘ડાંગ દરબાર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • પરંપરા મુજબ આ ભાતિગળ લોકમેળાના ઉદ્ઘાટન પૂર્વે રાજવીઓની શોભાયાત્રા નીકળી હતી જેમાં રાજવીશ્રીઓ પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યા બાદ ગુજરાત રાજ્યના રાજ્યપાલના આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજવીઓનુ સન્માન અને સાલિયાણા (પેન્શન) અર્પણ કરી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું.  
  • આ ભાતિગળ મેળો 2 થી 6 માર્ચ સુધી ચાલશે.
  • આ મેળામાં આહવાના રંગ ઉપવન ખાતે જુદા જુદા કલાકાર કસબીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરાશે.
  • ડાંગ દરબારના ઇતિહાસ મુજબ ઇ.સ 1800ની આસપાસ અંગ્રેજોએ આ વિસ્તાર પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સ્થાનિક રાજાઓએ અંગ્રેજોને મચક નહોતી આપી. 
  • અંતે વર્ષ 1842માં અંગ્રેજ શાસને ડાંગના આદિવાસી રાજાઓ સાથે સંધિક કરી હતી. એ જીતની યાદમાં ઈ.સ 1870 આસપાસથી ડાંગ દરબારની ઉજવણી કરાય છે. 
  • 1876માં ધુલીયામાં ડાંગ દરબારની ભવ્ય ઉજવણી કરાઇ હતી. એ પછી સતત દર વર્ષે ડાંગ દરબાર યોજાય છે. 
  • ડાંગ દરબારની સાલિયાણા પ્રથા મુજબ વર્ષ 1954થી ડાંગના રાજાઓને પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. 
  • આઝાદી પછી દેશના તમામ રાજાઓના સાલિયાણા બંધ કરાયા હતા પરંતુ દેશમાં માત્ર ડાંગના આ રાજાઓ જ છે જેમને પોલિટિકલ પેન્શન એટલે કે સાલિયાણું હાલ પણ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે.
  • માત્રરાજાઓ જ નહીં પણ ડાંગના નાયકો અને ભાઉબંધોને પણ સાલિયાણું ચુકવાય છે. 
  • સરકાર દ્વારા તેમના નામ આગળ રાજવીશ્રી ઉમેરે છે. 
  • વર્ષ 2005, 2012 અને 2017માં પોલિટિકલ પેન્શનમાં વધારો પણ કરવામાં આવ્યો હતો. 
  • જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પાંચ રાજાઓને ડાંગના મુખ્યમથક આહવામાં ઘર બનાવવવા પ્લોટની પણ ફાળવણી પણ કરવામાં આવી હતી.
'Dang Darbar' was inaugurated at Ahwa in Dang district of Gujarat.

Post a Comment

Previous Post Next Post